મગફળી કાંડ: ભેસાણ માર્કેટિંગ યાર્ડના CCTV ફૂટેજ આવ્યા સામે
જુનાગઢના ભેંસાણમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભેંસાણ માર્કેટ યાર્ડમાં રાત્રિના સમયે કોઈ હલકી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવામાં આવી છે. એક જાગૃત ખેડૂત દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારે માર્કેટ યાર્ડમાં નબળી ગુણવત્તાવાળી મગફળી કોણે ઘૂસાડી તેની તપાસ શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢની જેમ જ ભેંસાણમાં પણ મોટું કોભાંડ સામે આવે તેવી શક્યતા છે. આ મામલે કૃષિ અધિકારીને ખુલાસો કરવો પડ્યો છે.