રાજકોટમાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજકોટના 11 સેન્ટર પર મગફળીની ખરીદી થઈ રહી છે. પ્રથમ દિવસે 250 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવશે. તો મગફળીના ઢગલામાંથી રેન્ડમ સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ ગ્રેડરથી ખરાબો, ઉતારો અને ભેજનું પ્રમાણ માપવામાં આવે છે. સેમ્પલ પાસ થયા બાદ 35 કિલોની ભરતી ભરી એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદ કરવામાં છે.