અરબ સાગરમાં ઉઠેલા મહા વાવોઝાડાની અસર નવસારીના દરિયામાં જોવા મળી રહી છે. નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વેકેશનની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અંહિ લોકો કિનારે ન જાય અથવા એમને વાવાઝોડા વિશેની માહિતી મળે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. જેને કારણે દરિયામાં કરન્ટ હોવા છતા સહેલાણીઓ બાળકો સાથે બેખૌફ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થાય ઍ જરૂરી છે.