મેટ્રો રેલ જમીન સંપાદન મુદ્દે વૈકલ્પિક મકાન ના ફાળવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સ્કીમ મુજબ મકાન ફાળવાયા ન હતા. મેટ્રો ફેઝ-1ની કામગીરી દરમ્યાન કેટલાક મકાન સંપાદિત કરાયા હતા. વર્ષ 2020માં મેટ્રો ફેઝ-1નું કામ પૂર્ણ થવાનું છે. ત્યારે મકાન ન મળતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. તો અન્ય સમાચારમાં, વાંસદામાં ખોટા આદિવાસી પ્રમાણપત્ર મામલે વાંસદામાં વિશાળ રેલી કાઢવામાં આવી. ભરવાડ, રબારી અને ચારણને આદિવાસી પ્રમાણપત્ર આપવાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. છેલ્લા 23 દિવસથી ગાંધીનગરમાં આદિવાસીઓ ધરણાં કરી રહ્યા છે.