હવે ભારત પોતાના જવાનોના બલિદાનનો બદલો વીણી-વીણીને લે છે`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પટણાના ગાંધી મેદાનમાં એનડીએની સંકલ્પ રેલીમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોને આડે હાથ લીધા. તેમણે આ રેલી દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર બોલતા કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ આપણા જવાનોના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે. જે લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતાં તેઓ જ હવે આતંકી ઠેકાણા પર થયેલા હવાઈ હુમલાના પુરાવા માંગવા લાગ્યા છે.