ગુફામાં રાત્રિ રોકાણ બાદ ફરી કેદારનાથ બાબાના દર્શન કરવા પહોંચ્યા PM મોદી
લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.