PM Modi Live: વારાણસી ખાતે ઉમેદવાર ફોર્મ ભરતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે કાશી ખાતે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરતાં જીતનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, બનારસ તો ગઇકાલે જ જીતી ગયા પરંતુ પોલિંગ બુથ જીતવાનું છે. એક પણ પોલિંગ બુથ ભાજપનો ઝંડો ઝુકવા નહીં દે. મોદી કહે છે હું દેશ નહીં ઝુકવા નહીં દઉં, ભાજપનો કાર્યકર કહે છે હું બુથ નહીં ઝુકવા દઉં. મોદીનું જે થશે એ ગંગા મૈયા જોઇ લેશે, પરંતુ મારો પોલિંગ બુથનો કાર્યકર ન હારવો જોઇએ.