વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે અનૌપચારિક શિખર વાર્તા માટે મહાબલીપુરમ પહોંચી ગયા છે. આ અગાઉ ચેન્નાઈ એરપોર્ટ પર તામિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સવા અગિયાર વાગે ચેન્નાઈ પહોંચ્યાં હતાં. શી જિનપિંગ પોતાના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન બપોરે 2.10 વાગે ચેન્નાઈ પહોંચશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈની આઈટીસી ગ્રાન્ડ ચોલા હોટલમાં રોકાશે. વુહાન બાદ બીજી ઈનફોર્મલ સમિટના એજન્ડામાં વેપાર, આસિયાન દેશો સાથે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ, સરહદ વિવાદ અને 5જીના મુદ્દા પ્રમુખ રહેશે. કાશ્મીર ભારતનો આંતરીક મુદ્દો છે આથી પીએમ મોદી તેની ચર્ચા કરશે નહીં. જો શી જિનપિંગ આ મુદ્દાને છેડશે તો ભારત તેમને આ અંગેના સ્ટેન્ડથી વાકેફ કરાવશે.