પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથેના સંબંધોને લઇને અનેક અટકળો ઉઠી હતી. જોકે આજેઅમદાવાદ અડાલજ ખાતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા. પીએમ મોદી અને કેશુભાઇ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં મોદીએ કેશુભાઇના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લીધા હતા...