રાજ્યના તમામ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ગુના નોધશે. GUVNL ડાયરેકટર સિક્યુરિટી એન્ડ ચીફ વિજિલન્સ ઓફિસર મનોજ શશિધરે કરી જાહેરાત. વીજ ચોરીની ફરિયાદ માત્ર 24 કલાકમાં જ દાખલ થઈ જશે.વીજચોરી કરનારા લોકો પર સકંજો કસાશે. નવી સિસ્ટમ થી માનવશ્રમ, સમય તથા નાણાંનો બિન જરૂરી વ્યય થતો અટકશે. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તપાસ અધિકારી પણ તેમાં કોઈ સુધારા-વધારા નહીં કરી શકે.