કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે બનાસકાંઠા પર તીડના આક્રમણ ઉપર સરકારે લીધેલા પગલાંની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 101 ગામોમાં તીડનુ આક્રમણ થયું છે અને આ સમસ્યાને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ કાર્યરત છે.