નીતિ આયોગના આરોગ્યના અહેવાલ બાદ રાજ્ય સરકાર તો સફાળી જાગી છે, પણ સાથે જ સમગ્ર રાજ્યને ચિંતિત કરે તેવો મુદ્દો બહાર આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પાછળ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી છોકરીઓના જન્મ દરમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી.