વડોદરા પાલિકામાં વિવિધ વિભાગો દ્વારા હિસાબી વિભાગમાંથી આગોતરા ખર્ચ કરવા માટે તસલમાત લેવાતી હોય છે. જે ખર્ચનો હિસાબ ત્રણ મહિનામાં રજૂ કરવાનો હોય છે પરંતુ છેલ્લા 10 વર્ષથી જે તે વિભાગો હિસાબો રજૂ ન કરતા હોવાની માહિતી આરટીઆઈમાં સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આરટીઆઇમા સામે આવ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓએ છેલ્લા 10 વર્ષમાં 49 કરોડ રૂપિયાના તસલમાતનો હિસાબ જ પાલિકાને નથી આપ્યો. જો કે પાલિકાના હિસાબી શાખાના અધિકારી આટલી ગંભીર બાબત હોવા છતાં આ રૂટિન પ્રક્રિયા છે તેવું કહી ભ્રષ્ટ અધિકારીઓ ને બચાવવાની કોશિશ કરતાં હોવાના આરોપ લાગી રહ્યા છે.