એલઆરડી ભરતી અંગે સરકારે આખરે કોકડું ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી. જો કે આમ છતાં અનામત વર્ગના અગ્રણીઓ આ જાહેરાતથી ખુશ થયેલા જોવા મળતા નથી. તેમણે કહ્યું તેઓની માગણી છે કે પરિપત્ર રદ થવો જ જોઈએ.