બેઠકમાં નક્કી કરીશું કે આંદોલન ચાલુ રાખવું કે કેમ: પ્રવિણ રામ
એલઆરડી ભરતી (LRD) મુદ્દે સરકારે ગઈકાલે જાહેરાત કરી હતી. તેમ છતા આજે બિન અનામત અને અનામત વર્ગની મહિલાઓના ધરણા યથાવત છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા હતા. આ વચ્ચે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે જે સુધારો કર્યો છે તેમાં કોઈ સુધારા કરવાના મતમાં અમે નથી. તેમજ તેઓએ આ આંદોલન જલ્દીથી સમેટાઈ જશે તેવા સંકેતો પણ તેઓએ આપ્યા છે.