જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
રાજકોટના જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયાનાં સલાયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સલાયામાં બપોરે ૩ થી ૩.૩૦. વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. એક કલાક વરસેલા વરસાદથી તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું.