વડોદરામાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને લઈને ખાસ તૈયારીઓ થઈ રહી છે. વડોદરાથી લોકોને આ કાર્યક્રમમાં મોકલવામાં આવી રહ્યા છે. શહેર ભાજપ, કોર્પોરેશન અને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. કોર્પોરેશનમાંથી 6 હજાર લોકો તો શહેર ભાજપમાંથી 8 હજાર લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે લઈ જવાશે. કાર્યક્રમની તૈયારી માટે રોજ બેઠક થઈ રહી છે. તૈયારીઓ મામલે વડોદરાના મેયર જીગીષાબેન અને સાંસદ રંજનબેને ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી.