4 જુલાઈનાં રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 142મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ મંગળા આરતીમાં કેન્દ્ર સરકારનાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લેશે. સાથે જ રથયાત્રામાં પહિન્દ વિધિ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેશે. જગન્નાથજી મંદિર દ્વારા બંન્ને મહાનુભાવોને વિધિવત આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.