રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સીએમઓમાં બેસીને રાજ્યના કોઇપણ ખૂણામાં સરકારની કામગીરીને જાણી શકાય તે માટે એક સિસ્ટમ તૈયાર કરી હતી. સીએમ ડેશ બોર્ડને આજે એક વર્ષ પૂર્ણ થતા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ સીએમ દ્વારા ડેશ બોર્ડનું 2.0નું નવું વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે.