26 ફેબ્રુઆરીથી નાણામંત્રીના બજેટથી બજેટ સત્રનો પ્રારંભ થશે. જે 31મી માર્ચ સુધી ચાલશે. 22 કામકાજના દિવસોમાં 25 બેઠકો કરવામાં આવશે. શરૂઆતના ત્રણથી ચાર દિવસ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. બજેટ ઉપર ચાર દિવસ ચર્ચા થશે. વિવિધ વિભાગોની માગણીઓ પર 12 દિવસની ચર્ચા કરવામાં આવશે. રાજ્યના સરકારના કેટલાક કાયદાઓમાં સુધારા કરવાના વિવિધ સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે. રેવન્યુ કાયદાઓમાં સુધારો કરવામાં આવશે.