મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટ અને આરોગ્ય મંત્રીના વિસ્તાર મહેસાણામાં જ બાળકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાજકોટ જિલ્લામાં 302 બાળકો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં હૃદય રોગના 202 બાળકો, કિડનીની બીમારીના 47 અને કેન્સરથી 53 બાળકો પીડાઈ રહ્યા છે. જ્યારે મહેસાણામાં 140 બાળકો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં હૃદય રોગથી 110 બાળકો, કિડનીની બીમારીથી 21 અને કેન્સરથી 9 બાળકો પીડાઈ રહ્યા છે.