વિધાનસભાની ચૂંટણી બાદ દિલ્હીમાં પોતાની પ્રથમ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો હતો. પીએમે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા કામો ગણાવતા શાહીન બાગનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પછી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનની પાછળ ષડયંત્ર ગણાવતા કહ્યું કે, દિલ્હીને આ અરાજકતામાં ન છોડી શકાય બાકી કાલે અન્ય કોઈ રસ્તાને બંધ કરી દેવામાં આવશે. પીએમે સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માગવા અને બિહારની બસોને દિલ્હીમાં પ્રવેશ ન આપવાને લઈને પણ કેજરિવાલ પર નિશાન સાધ્યું હતું.