પ્રિયંકા ગાંધીએ હુમલાનો વીડિયો કર્યો ટ્વિટ, કહ્યું- ભાજપ સરકાર ગુંડાઓને છાવરે છે
અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.