રાજકોટમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી સેક્સની માગણી, ઓડીયો ક્લિપ થઇ વાયરલ
એ ગ્રેડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે.. યુનિવર્સિટીમાં આજ રોજ ફરી એક વખત શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના સામે આવી છે.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષની વિદ્યાર્થીની સાથે કથિત વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી છે. જેમાં અધ્યક્ષ હરેશ ઝાલાએ વિદ્યાર્થીની ને PHD કરાવી આપવાની અને પ્રોફેસર બનાવી દેવાની લાલચ આપી શરીર સુખની માંગણી કરી હતી. જો કે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી એ જણાવાયું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે..