એલઆરડી મહિલા અનામત બાદ હવે બિન અનામત વર્ગની એલઆરડી મહિલાઓએ પણ ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરવાની મંજૂરી માગી છે. બિન અનામત વર્ગમાં આવતી એલઆરડી 395 મહિલાઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી માગી હતી. ગાંધીનગર મામલતદાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીથી ઉપવાસ આંદોલન ગાંધીનગર ઉપવાસ છાવણીમાં કરવાની મંજૂરી માગી હતી.