વડોદરામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓએ હડતાલ પર
વડોદરામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓએ હડતાલ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓની હડતાલના કારણે જિલ્લાભરના સરકારી શાળાના બાળકોને ભોજનથી વંચિત રહેવું પડશે. વડોદરામાં 6ઠ્ઠી ઓક્ટોબરે એક મહિલા કર્મચારી અહીં લાડુ બનાવતા હતા ત્યારે તેમની સાડી મશીનમાં આવી ગઇ હતી. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. તેમની સારવારમાં મદદ મળે એ માટે હડતાલ થઈ રહી છે.