ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા પર સવાલ
ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં એવી ત્રણ ઘટના સામે આવી જેનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવ્યું છે. ત્યારે સુરત બાદ વડોદરામાં પણ હેવાનિયતની ચરમ સીમા વટાવે તેવી ઘટના સામે આવી હતી. પોતાના મંગેતર સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ઢસડી જઈને બે રાક્ષસોએ પીંખી નાખી હતી અને બાદમાં ફરાર થઇ ગયા હતા, તો રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.