કોંગ્રેસ (Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ભાજપ (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કરી 9 ઓગસ્ટે સુનવણી રાખી હતી.