ગુજરાતમાં હવામાન ખાતાનાં અનુસાર અધિકારીક આગમન થઇ ચુક્યું છે. અનેક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ ચાલુ થઇ ગય છે. આણંદ સહિતનાં અનેક વિસ્તારોમાં ધીમો ધીમો વરસાદ ચાલુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ વરસાદ પડતાની સાથે જ તંત્રની લાલીયાવાડી છતી થવા લાગી છે. અનેક વિસ્તારોમાં વિજળી ડુલ થઇ ગઇ છે.