રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. પહેલા ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ત્યારબાદ વાવાઝોડાની અસરને લીધે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કારણે ખેડૂતોએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે રાજકોટ, અમરેલી અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.