સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ જિલ્લામાં માવઠું થયું છે. તો રાજકોટના ઉપલેટા અને જામ કંડોરણામાં કમોસમી વરસાદ વરસ્યો છે. શિયાળું વાવેતર વધવાની સાથે માવઠાથી નુકસાનની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. તો જીરૂ, ઘઉં અને કઠોળના પાકને ભારે નુકસાનની ભીતિ લાગે છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.