ગુજરાત કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ જન વેદના આંદોલન કરવામાં આવશે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જાહેરસભા કરી કેન્દ્ર સરકારના નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવશે કોંગ્રેસના જનવેદના સંમેલનમાં રાજ્યસભના સાંસદ અહેમદ પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ હાજર રહેશે અહી કેન્દ્ર સરકારની આર્થીક નીતીને કારણે દેશનું મંદીમાં ઘકેલાવવુ રાજ્યના ખેડૂતોને પ્રીમીયમ ભર્યુ હોવા છતાં વિમાની રકમ ન મળતી રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સતત અન્યાય થાય છેના મુદ્દાને આવરી લેવાશે.