હવે રાજકોટમાં 1 માસમાં 111 શિશુનાં મોત, કોટા કરતાં પણ સ્થિતિ ખરાબ
રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે. 111માંથી 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં, જ્યારે 77નું વજન દોઢ કિલોથી ઓછું હતું. બાળકોની હોસ્પિટલમાં એનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ નહીં હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી એમ તબીબી અધીક્ષક ડૉ. મનિષ મહેતા કહી રહ્યા છે.