રાજકોટ જિલ્લા પંચાયતની 30મી ડિસેમ્બરે મળશે કારોબારી બેઠક
રાજકોટ જિલ્લા પંચાયતની આગામી 30 ડિસેમ્બરના રોજ કારોબારી બેઠક મળશે. 30 ડિસેમ્બરના રોજ મળનાર કારોબારીમાં નવા ચેરમેનની નિમણુંક કરવામાં આવશે. સમિતીના નવ સભ્યો પૈકી એકને સમિતીના નવા ચેરમેન બનાવવામાં આવશે. રેખાબેન પટોડીયાએ રાજીનામું આપતા નવા ચેરમેન બનાવવામાં આવશે. નવા ચેરમેનને પ્રથમ બેઠકમાં જ બજેટ મંજુર કરવા તક મળશે. નવા ચેરમેન તરીકે કિશોર પાદરિયાનું નામ ચર્ચામાં છે. કિશોર પાદરિયા થોડા સમય પહેલા જેતપુર નજીક એક હોટેલ પાસે લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા.