રાજકોટમાં પડધરી તાલુકાના મોટા રામપર ગામના ખેડુતે જીરૂનો પાક નિષ્ફળ જતા આપધાત કર્યો છે. ખેડુતે પોતાની જાત પર કેરોસીન છાંડીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત ખેડુતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેઓનું મોત નીપજ્યુ હતું.