રાજકોટમાં 2500 એકરમાં બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ
રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU થયા હતા.
એઈમ્સ હોસ્પિટલ બાદ હવે રાજકોટને વધુ એક ભેટ મળી છે. રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU થયા હતા. નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેના એરબસએ 320-200-બોઇંગ બી 737-900 જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળશે.