રાજકોટ: બાળકનું માથું મળી આવવા મામલે કમિશનર કચેરીમાં લોકોએ કર્યો વિરોધ
રાજકોટના આજીડેમમાં નદીના પટમાંથી બાળકનું કપાયેલ માથું મળી આવવા મામલે પોલીસ કમિશનર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પોલીસે ખોટી રીતે કેસ બનાવીને માર મારવાના આક્ષેપ સાથે લોકોએ વિરોધ કર્યો હતો.
રાજકોટના આજીડેમમાં નદીના પટમાંથી બાળકનું કપાયેલ માથું મળી આવવા મામલે પોલીસ કમિશનર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પોલીસે ખોટી રીતે કેસ બનાવીને માર મારવાના આક્ષેપ સાથે લોકોએ વિરોધ કર્યો હતો. કમિશનર કચેરી ખાતે લોકોનું ટોળુ વધી જતા પોલીસે વિરોધ કરનારાઓ પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. આજી નદીના પટમાંથી માથું મળી આવ્યું હતું. પોલીસને અજય નામના બાળકનું માથુ હોવાની આશંકા હતી પરંતુ તે બાળક જીવીત મળી આવ્યો હતો. પોલીસે તે બાળક અજય હોવાની શંકાએ તેના માતાપિતાને માર માર્યો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો.