રાજતિલક ઉત્સવ : રાજપૂતાણીઓએ તસવાર રાસ રમીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ
રાજકોટ રાજવી માંધાતાસિંહ જાડેજા રાજકોટના 17મા ઠાકોર સાહેબ બનવા જઈ રહ્યાં છે. આજે તેમની તિલક વિધી યોજાઈ હતી. ત્યારે આજથી તેમના રાજ્યાભિષેકની વિવિધ તૈયારીઓ શરૂ થઈ હતી. આ પ્રસંગે આજે નગરના નવા રાજ નગરયાત્રાએ નીકળ્યા હતા. આ 8 બગી, 25 વિન્ટેજ કાર, 50 થી 70 રોયલ પરિવારો, 15 ઘોડા, 1 હાથી, ચાંદીની બગી, ઊંટ ગાડી તથા બળદ ગાડાની વચ્ચે નગરયાત્રા નીકળી હતી. રાજા માંધાતાસિંહ અને યુવરાજ જયદીપસિંહ ચાંદીની બગીમાં સવાર થઈને નગરયાત્રામાં નીકળ્યા હતા. ત્યારે આ પહેલા રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.