અલ્કેશ રાવ/બનાસકાંઠા : રાજસ્થાનનના માઉન્ટ આબુમાં દીપડાનો એક વીડિયો વાયરલ થયો છે. રાત્રિના લગભગ 1 વાગ્યે બ્રહ્માકુમારી સંસ્થાના પાંડવ ભવનના બિલ્ડીંગમાં દીપડો ઘૂસ્યો હતો અને આ દીપડો ભવનમાં બિન્દાસ્તપણે લટાર મારતો હતો. ત્યારે દીપડાના આ લટારની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જોકે દીપડા કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર જંગલમાં પરત ફર્યો હતો. દીપડાના વીડિયોથી પર્યટકોમાં ફફડાટ પ્રસરી ગયો છે.