રાજતિલક: રાજકોટમાં માંધાતાસિંહ જાડેજાના રાજતિલકની ભવ્ય તૈયારીઓ
રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે રાજતિલકની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કથાકાર મોરારીબાપુ 17માં ઠાકોર સાહેબને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. શ્રીધર યજ્ઞ શાળામાં રાજસૂયયજ્ઞમાં 50 બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવશે. તારીખ 28થી 30 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો ચાલશે. 28 તારીખે 3 હજાર ક્ષત્રિય બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ નગરયાત્રા યોજાશે.