આજે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી જંગ
ગુજરાત રાજ્યસભા ચૂંટણી જંગ: આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે, પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.
આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે, પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.