રામનગરી અયોધ્યામાં લાખો દિવાનો દિપોત્સવ, બનશે વર્લ્ડ રેકોર્ડ
અયોધ્યામાં દિવાળી નિમિત્તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભવ્ય દિપોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સરયુ નદીના કિનારે 4 લાખ 10 હજાર દિવા પ્રગટાવાયા હતા. આ ઉપરાંત સમગ્ર અયોધ્યા શહેરમાં 2 લાખથી વધુ દિવા પ્રગટાવાયા હતા. આ રીતે, એક શહેરમાં એક સાથે 6 લાખથી વધુ દિવા પ્રગટાવાનો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. ગિનિસ બૂક તરફથી રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. દિવા પ્રગટાવી લીધા પછી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.