રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મ આચર્યું, લોકોમાં ભારે રોષ
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 80 ફૂટ રોડ પર ઝૂંપડું બાંધી રહેતા શ્રમિક પરિવારની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને સારવાર માટે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થોરાળા, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે તપાસ અર્થે પહોંચ્યો હતો. બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યુંમાં આવ્યું હતું. જો કે, થોરાળા પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.