ચાલુ વર્ષે અમદાવાદમાં ચોમાસા દરમ્યાન તૂટેલા રોડનો મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો બન્યો હતો. શહેરીજનોમાં તંત્ર અને તેના શાષકો પ્રત્યે ભારોભાર રોષ હતો. જેની નોંધ ખૂબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી અને તૂટેલા તમામ રસ્તાઓને દિવાળી પહેલા રીપેર કરી દેવાનો આદેશ વિવિધ પાલીકા અને મહાનગરપાલીકાના શાષકોને આપ્યો હતો. જે બાદ અમદાવાદમાં પણ ભાજપના શાષકોએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે કોઇપણ હિસાબે દિવાળી પહેલા રોડ બનાવી દેવામાં આવશે. પરંતુ ઝી ચોવીસ કલાકે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં શાષકોએ આપેલા ખોખલા દાવાની વાસ્તવીકતા જોવા મળી.