કોલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ બુધવારે જાહેરાત કરી છે કે તે ગ્રાહકો પાસે કોલિંગના પૈસા લેશે. જીયો યૂઝર્સ પાસે જિયો સિવાય બાકી નેટવર્ક પર કરનારા વોયસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. પરંતુ તેને બરાબર મૂલ્યનો ફ્રી ડેટા આપીને જીયો તેને બેલેન્સ કરશે. જીયોએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ પોતાના યૂઝરો દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ માટે પેમેન્ટ કરવાની જરૂરીયાત પડી રહી છે, ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જ જીયો યૂઝર દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ અને વોટ્સએપ, ફેસટાઇમ કે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ પર લાગૂ થશે નહીં.