સંઘના વડા મોહન ભાગવત આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં બનેલ સંઘના નવનિર્મિત હેડગેવાર ભવનનું ઉદ્ધટાન મોહન ભાગવત કરશે. નવા ભવનના ઉદ્ધાટનની સાથે સંઘ અને ભાજપના દિગ્ગજો સાથે પણ તેઓ મુલાકાત કરશે. આ ઉપરાંત દિનેશ હોલ ખાતે બૌદ્ધિકોના સંમેલનમાં સંબોધન કરશે.