અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પાણીની ગુણવત્તાને લઇને પુનઃ વિવાદ સામે આવ્યો છે. જેમાં ખેડૂત એકતા મંચ, પર્યાવરણ સુરક્ષા સમિતી અને કેટલાક પર્યાવરણપ્રેમીઓએ પત્રકાર પરીષદ સંબોધીને સાબરમતીમાં પ્રદૂષિત અને ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાનું જણાવ્યુ છે. સાથે જ તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે આ બેદરકારી બદલ ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે.