અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે બધાને પાછળ છોડી એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉન્નાવમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદે દિલ્હીના જામા મસ્જિદને તોડવાની વાત કરી છે. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ ઉપર પણ નિશાન સાધ્યું છે. આ સાથે જ સાક્ષી મહારાજે દાવો કર્યો છે કે ગમે તે કરવું પડે, પરંતુ 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે