સમાચાર ગુજરાત: રૂપાલની ભવ્ય પલ્લીમાં હજારો કિલો ઘીનો અભિષેક
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો હતો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી સકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે છે.