રાજકોટના ગુરુ પ્રસાદ ચોક પર આવેલા આઈડીબીઆઇ બેંકના એટીએમમાં કોઈ કારણો સર ભીષણ આગ લાગી હતી. એટીએમમાં આગ લાગતાં આજુ બાજુની દુકાનોમાં પણ નુકશાન થયું છે. એટીએમમાં રહેલા રૂપિયા પણ બળીને ખાખ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.